જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ
જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ
'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'
નવસારી,તા.૨૧: 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના છીણમ ગામે સામુહિક સાફ સફાઈ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં 'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા' ના સુત્ર સાથે જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામની સામુહીક સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીશ્રી જલાલપોર દ્વારા તમામ સ્થળોની સાફ-સફાઈની ચકાસણી કરી સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Comments
Post a Comment