Posts

Pardi, valsad,dharampur,vapi,chikhli, vansda,dang,Ahwa,vaghai subir, Saputara, navsari,Gandevi, Jalalpor, khergam, Umargam, kaparada,world environment day celebration news updates

Image
Pardi, valsad,dharampur,vapi,chikhli, vansda,dang,Ahwa,vaghai subir, Saputara, navsari,Gandevi, Jalalpor, khergam, Umargam, kaparada,world environment day celebration news updates 

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

Image
    ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી. વર્ષ 2023-2024માં લેવાયેલ NMMSની પરીક્ષામાં ખેરગામ તાલુકાની ચીમનપાડા પ્રાથમિક શાળાના પાંચ વિધાર્થીઓએ બાજી મારી હતી. જેમાં ક્રિષ્ના પી.ગાંવિત 146 ગુણ,  ભાર્ગવી પટેલ 131 ગુણ, મહેક પટેલ 128 ગુણ, ફ્રેની પટેલ 121 ગુણ, અને રિયા પટેલે 120 ગુણ મેળવ્યા છે. શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈએ બાળકોની સફળતા માટે શાળાનાં શિક્ષકોની મહેનતને યશ આપ્યો હતો.  દર વર્ષે આ શાળામાંથી  ઓછામાં ઓછાં  બે કે તેથી વધુ  વિદ્યાર્થીઓ nmms પરીક્ષામાં પાસ થઈ  મેરીટમાં સ્થાન પામે છે.  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, આચાર્યશ્રી ધર્મેશભાઈ સહિત શાળા પરિવાર, એસ.એમ.સી.નાં સભ્યો અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

Image
       Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો   ગુજરાત ગાર્ડિયન 

સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.

Image
   સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના યુવક નિર્મલભાઈ અજીતભાઈ વસાવાએ આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું હતું.  સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારના યુવકે ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઇઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને પરીવાર, ગામ, સમાજનુ ગૌરવ વધાર્યું હતુ. શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજય કોલેજના વિદ્યાર્થી અને માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના વતની એવા નિર્મલ ભાઈ અજીતભાઈ વસાવાએ હાલમાં અમદાવાદ,નિકોલ ખાતે ચાલી રહેલ ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઈઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને વાંકલ કોલેજ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે વાંકલ કોલેજના આચાર્ય ચૌધરી દિપકભાઈ તથા કોચ પ્રો. વિજયભાઇ દવે તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમા રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉચ્ચ સ્થાન મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Image
 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

Image
  Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મ

Andhatri : માંડવીના વિસડાલીયામાં આદિવાસી સમાજનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ.

Image
               Andhatri  : માંડવીના વિસડાલીયામાં આદિવાસી સમાજનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ. આદિવાસી કલાકારો દ્વારા અનેકવિધ કૃતિઓની પ્રસ્તુતિ માંડવી તાલુકાના વિસડાલીયા ગામે આવેલા ભીડભંજન હનુમાન મંદિરે આદિવાસી નૃત્ય અને ગાયનનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમ માંડવી મામલતદાર વસાવા તેમજ ટીડીઓ રવીન્દ્રસિંહ સોલંકીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આદિવાસી સર્વાગી વિકાસ સંથ વાઝરડા (સોનગઢ) નિર્મલાબેન ગ્રૂપે નાચણાની રજૂઆત કરી હતી. આદિવાસી યાહામોગી ગ્રૂપ સાગબારાના કલાકારોએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી સુંદર કૃતિ રજૂ કરી હતી. ત્યારબાદ લોક ગાયક ઉર્વિબેન રાઠવા, કીર્તિભાઈ ચૌધરીની ટીમે આદિવાસી ટીમલી નાચણા અને લોકબોલીમાં ગાયન રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં સરસ્વતી મ્યૂઝિકલ એન્ડ સાઉન્ડ ગ્રૂપ માલધાનો સહયોગ સાંપડયો હતો. કાર્યક્રમનું સંચાલન ધવલસિંહ સોલંકીએ કર્યુ હતું. સંદેશ સમાચાર