Posts

Showing posts from July, 2024

Latest educational news: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Uchchhal,Nizar, Dolvan kukarmunda

Image
Latest educational news:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Uchchhal,Nizar, Dolvan kukarmunda 

Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

Image
  Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

Image
ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

Image
  નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી  ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ. તારીખ:૨૨-૦૭-૨૦૨૪ થી ૨૪-૦૭-૨૦૨૪ દરમ્યાન નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે જિલ્લાનાં‌ માસ્ટર્સ તજજ્ઞ  તાલીમ નવસારી  જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમની નિગરાનીમા યોજાઈ હતી. રાજ્ય લેવલે તાલીમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ તાલુકાના માસ્ટર્સ તજજ્ઞને તાલીમ  આપનાર શ્રી શશીકાંતભાઈ ટંડેલ(બી.આર.સી. નવસારી), શ્રીમતી નિમિષાબેન આહીર(બી.આર.પી, ખેરગામ NIPUN ), શ્રીમતી સ્નેહાબેન પટેલ (બી.આર.પી. જલાલપોર NIPUN), શ્રી વિજયસિંહ વાઘેલા (સી.આર.સી. પનાર),  શ્રી અમિતભાઈ વડોદરિયા (સી.આર.સી. ફડવેલ, ચીખલી, શ્રી કૃણાલભાઈ પટેલ(ઉ. શિ. તા.વાંસદા), સહિતનાઓએ ત્રણ દિવસ સુધી માહિતીસભર અને પ્રવૃત્તિસભર તાલીમ આપવામાં આવી હતી તાલીમના ત્રણે  દિવસ તાલીમનું પ્રથમ સેશન ધ્યાન,પ્રાર્થના,  કરવામાં આવ્યું  હતું. પ્રથમ દિવસે આ તાલીમ પ્રશિક્ષણના હેતુની ચર્ચા સહ  સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વાંસદા બીઆરસીશ્રીએ તમામ તાલીમાર્થીઓને આવકાર્યા હતા.  જિલ્લા કૉ-ઓર્ડીન

ગાંધીનગરઃ લોક સહયોગથી કલોલના નાસમેદ ખાતે 'હરિતવન'નું નિર્માણ કાર્ય થશે

Image
 ગાંધીનગરઃ લોક સહયોગથી કલોલના નાસમેદ ખાતે 'હરિતવન'નું નિર્માણ કાર્ય થશે ૧૦૪ પ્રજાતિના 36 હજાર દેશી વૃક્ષોનું મિયાવાંકી પદ્ધતિ દ્વારા વાવેતર કરી વનનું નિર્માણ કરાશે ગાંધીનગર,મંગળવાર ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વન વિભાગ અને ક્રેડાઈ ગ્રુપ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસ થકી કલોલના નાસમેદ ગામ ખાતે ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ૧૦૪ પ્રજાતિના ૩૬ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો આરંભ કરવામાં આવ્યો છે. 3૬ હજાર વૃક્ષો થકી તૈયાર થનારું આ વન સંપૂર્ણ મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવશે. જેને 'હરિતવન' નામ આપવામાં આવ્યું છે. આ હરિતવન ખાતે ગુજરાતી મૂળના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડો, વડ, પીપળો, કદંબ, પલાશ, શિમળો, ગરમાળો, અરીઠા, ગુંદા, બોરસલી, આસોપાલવ, ગુલમહોર જેવા વૃક્ષો સામેલ કરાયા છે. આ અંગે વિશેષ માહિતી આપતા ક્રેડાઈ ગ્રુપ ફાઉન્ડેશનના પ્રતિનિધિ જાગૃતીબેને જણાવ્યું હતું કે મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસી રહેલા આ તમામ વૃક્ષો ત્રણ વર્ષની માવજત પછી આપોઆપ વૃદ્ધિ પામે છે  અને માત્ર ૧૦ મ

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

Image
નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ

Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો

Image
 Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો   વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજે એ માટે અભ્યાસના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયા શીખવવામાં આવી  ચૂંટાયેલા મંત્રી અને ઉપમંત્રી શાળા સંકુલમાં સ્વચ્છતા, શિસ્ત અને નિયમોમાં પોતાનો મત રજૂ કરી શકશે  ----   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ જુલાઈ  વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે ભારતની ગણના થાય છે. લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. ત્યારે આવનારી પેઢી ચૂંટણીનું મહત્વ, ચૂંટણીની પ્રક્રિયા અને લોકશાહીનું મહત્વ સમજે તેવા શુભ આશય સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને અભ્યાસના ભાગરૂપે શીખવવાનો પ્રયાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષાબેન પટેલ અને શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જે માટે બાળ સંસદની ચૂંટણીમાં મતદાન સહિતની તમામ પ્રક્રિયા માટે આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.     ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષા પટેલે જણાવ્યું કે, વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઊભો કરવાથી વિદ્યાર્થીઓની લોકશાહીમાં ચૂંટણીના મહત્વ અંગેની સ

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

Image
 નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળના વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નોની સમીક્ષા કરાઈ - વિકાસકામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ----- નવસારી,તા૧૯: નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નો, જિલ્લા સ્વાગત, ડિઝાસ્ટર, પુરવઠા તથા જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટસોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ જિલ્લાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાની કામગીરી ઘણી સારી છે. રાજ્ય સરકાર સર્વે

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

Image
Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામાં